લખાણ પર જાઓ

જાન્યુઆરી ૧૭

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૭૩ – કેપ્ટન જેમ્સ કૂકે એન્ટાર્કટિક વૃતની દક્ષિણે સફર કરવાના પ્રથમ અભિયાનનું નેતૃત્વ કર્યું.
  • ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રથમ સત્ર યોજાયું.
  • ૧૯૯૨ - દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન જાપાનના વડા પ્રધાન કિચી મિયાઝાવાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોરિયન મહિલાઓને જાતીય ગુલામી માટે દબાણ કરવા બદલ માફી માંગી.
  • ૧૯૯૬ – ચેક ગણરાજ્યએ યુરોપિયન સંઘના સભ્યપદ માટે અરજી દાખલ કરી.
  • ૨૦૦૭ – ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણના જવાબમાં ડૂમ્સડે ક્લોક (માનવનિર્મિત વૈશ્વિક વિનાશની સંભાવનાનું એક પ્રતિક) ૨૩:૫૫ મિનિટ પર ગોઠવવામાં આવી.

જન્મ

  • ૧૮૯૬ – બાપાલાલ વૈધ, ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય (અ. ૧૯૯૩)
  • ૧૯૧૭ – એમ. જી. રામચંદ્રન, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને રાજકારણી, તમિલનાડુના ૫મા મુખ્યમંત્રી (અ. ૧૯૮૭)
  • ૧૯૨૧ – અસગર ખાન, પાકિસ્તાની જનરલ અને રાજનેતા (અ. ૨૦૧૮)
  • ૧૯૨૩ – રાંગેય રાઘવ, ભારતીય લેખક અને નાટ્યકાર (અ. ૧૯૬૨)
  • ૧૯૫૧ – બિંદુ, ભારતીય ચલચિત્ર અભિનેત્રી
  • ૧૯૬૦ – તુષાર ગાંધી, મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પત્રકાર

અવસાન

  • ૧૯૫૧ – જ્યોતિ પ્રસાદ અગરવાલ, ભારતીય કવિ, નાટ્યકાર અને દિગ્દર્શક (જ. ૧૯૦૩)
  • ૨૦૧૦ – જ્યોતિ બસુ, ભારતીય વકીલ અને રાજકારણી, પશ્ચિમ બંગાળના ૯મા મુખ્યમંત્રી (જ. ૧૯૧૪)
  • ૨૦૧૩ – રણછોડદાસ પગી, ભારતીય ભૂમિસેનાના સ્કાઉટ (જ. ૧૯૦૧)
  • ૨૦૧૪ – મોહમ્મદ બુરહાનુદ્દીન, ભારતીય આધ્યાત્મિક નેતા, દાઉદી બોહરા સમુદાયના ૫૨મા દાઈ અલ-મુત્લાક (જ. ૧૯૧૫)
  • ૨૦૧૪ – સુનંદા પુષ્કર, ભારતીય-કેનેડિયન ઉદ્યમિતા,વ્યાપારી અને શશિ થરૂરના પત્ની (જ. ૧૯૬૨)
  • ૨૦૧૪ – સુચિત્રા સેન, ભારતીય ફિલ્મ અભિનેત્રી (જ. ૧૯૩૧)
  • ૨૦૧૬ – વી. રામા રાવ, ભારતીય વકીલ અને રાજકારણી, સિક્કિમના ૧૨મા રાજ્યપાલ (જ. ૧૯૩૫)
  • ૨૦૧૬ – સુધિન્દ્ર તિર્થસ્વામી, ભારતીય ધાર્મિક નેતા અને કાશીમઠના મઠાધિપતિ (જ. ૧૯૨૬)
  • ૨૦૨૨ – બિરજુ મહારાજ, ભારતીય કથક નર્તક (જ. ૧૯૩૭)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ